બારૈયા સોમાજી શકરાજી, ચેરમેનશ્રી (નાના ચિલોડા દૂધ મંડળી)
ભારતીય દુર સંચાર નિગમના નિવૃત્ત કર્મચારી અને નાના ચિલોડા ગામના આદરણીય શ્રી સોમાજી મંડળીની સ્થાપના વર્ષ ૧૯૯૮ થી જ ચેરમેનની ભૂમિકા ભજવે છે.
૮(આઠ) કેનથી લઇ દિવસના ૨૧ કેન સુધીના દુધની ખરીદી અને વહીવટમાં તેઓશ્રીએ ખુબજ સંઘર્ષ કરેલ છે. શહેરી આયોજન- ટી.પી.સ્કીમને કારબો ખેડૂતો જમીન વેચી રહ્યા છે દિવસે દિવસે પશુઓની સંખ્યા ઘટતી જાય છે,ત્યારે મંડળી દ્વારા ભાવફેર અને વધુ આવક ધરાવતા પશુપાલન વ્યવસાયમાં મધુર ડેરી ખુબજ પ્રગતિ કરી રહી છે. તેનો તેમને ખુબજ ગૌરવ છે.


ચૌધારો વિનુભાઈ કેશાભાઇ (મહાદેવપુરા દૂધ મંડળી)
છેલ્લા ૪ વર્ષથી દૂધ મંડળીના ચેરમેન પદે ફરજ બજાવતા વિનુભાઈ ખુબજ ખંત અને સમજપૂર્વક ખેતી કરી પશુપાલન ક્ષેત્રે પણ વિકાસ કરો રહ્યા છે. મધુર ડેરીના વિકાસમાં દૂધ ઉત્પાદન વધે અને વેચાણ પ્રયોગ કરવા તેમાં તેઓને ખુબજ રસ છે


પટેલ રમેશભાઈ મફતલાલ ,ચેરમેન (દંતાલી દૂધ મંડળી)
મંડળીની સ્થાપનાથી જ એક ટ્રસ્ટીની ભૂમિકાથી લઇ ચેરમેન કક્ષાએ પહોચનાર શ્રી રમેશભાઈ, યુવા અને ઉત્સાહી આગેવાન છે. ૩૧ વર્ષથી બિનહરીફ ચૂંટાઈને ગામના પશુપાલકોના વિકાસ અને સેવા માટે ખુબજ પ્રયત્નશીલ રહેલ છે. મધુર ડેરીની મંત્રી મેનેજરની તાલીમ અને શિક્ષણથી ખુબ પ્રભાવિત છે. વેપારીઓના પ્રભુત્વ સામે ખુબજ ખંત અને નિષ્ઠાથી મંડળીની સ્થાપના અને વહીવટમાં શ્રી રમેશભાઈનો ખુબ જ ફાળો છે.


પટેલ ગિરીશભાઈ નારણભાઈ(ઉનાવા દૂધ મંડળી)
ઉનાવા ગામના ગ્રેજ્યુએટ યુવા આગેવાન વર્ષ ૨૦૧૫ થી ડેરી ક્ષેત્રે જોડાયા છે. છેલ્લા ૪૫ વર્ષથી સરપંચની ભૂમિકા ભજવતા કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. દૂધ ઉત્પાદનની સાથે સાથે ફાઈનાન્સની પ્રર્વૃતીમાં રસ ધરાવતા ગિરીશભાઈ મધુર ડેરીના વિકાસ માટે સતત પ્રત્નશીલ રહે છે.


બારોટ હર્ષદભાઈ નટવરભાઈ ,ચેરમેનશ્રી(કાકાનું તારાપુર દૂધ મંડળી)
અભ્યાસ:-બી.કોમ,મ્યુંન્સિપાલ કોમર્સ કોલેજ,કલોલ
વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૬ નાં પંચાયતી સત્રમાં કાકાના તારાપુર ગામના સરપંચ તરીકે સેવા આપી છે. અનુભવી ખેડૂત અને પશુપાલન ક્ષેત્રે ખુબ જ સફળ આગેવાની કરતાં રહ્યાં છે. વર્ષ ૨૦૦૪ ના સમયગાળાથી ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન તરીકે ફરજ બજાવે છે.પશુપાલન એ નોકરી કતા પણ ખુબ જ સારી જીવાદોરી છે એ સાત્વિક મંત્ર સાથે ખેતી અને પશુપાલન વ્યવસાયમાં ગામલોકોને સાંભળવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. ગાંધીનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘલિના વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ ના નિયામક મંડળમાં ખુબ સક્રિય ભૂમિકા ભજવે છે.


રાણા કનુસિંહ રામસિંહ(તાજપુર દૂધ મંડળી)
છેલ્લા ૬ વર્ષથી દૂધ મંડળીના ચેરમેનપદે ફરજ બજાવતા કનકસિંહજી સમાજ સંગઠનની પ્રવૃત્તિ ભૂમિકા ભજવતા ઉપરાંત જમીન લે-વેચના વ્યવસાયમાં પણ જોડાયેલ છે,સાથોસાથ ખેતી અને પશુપાલન ક્ષેત્રે પણ રસ ધરાવે છે. યુવા આગેવાન તરીકે ગામ,તાલુકા અને જીલ્લા સ્તરે સક્રિય ભૂમિકા ભજવે છે.


પટેલ રમીલાબેન શકરાભાઈ(કુડાસણ મહિલા દૂધ મંડળી)
ગામના મહિલા આગેવાનની છાપ ધરાવતા રમીલાબેન છેલ્લાં ૧૫ વર્ષથી દૂધ મંડળીના ચેરમેન તરીકે સેવા આપે છે.માત્ર ૬ ધોરણ પાસ પણ જીલ્લા અને રાજ્યકક્ષાએ આગેવાનીમાં ખુબ અનુભવી છે.
મહિલા સંગઠન અને સહકારી ડેરીનો વિકાસ કરવો એ બાબતે શ્રીમતી રમીલાબેન હંમેશા મધુર ડેરીમાં સક્રીય ભૂમિકા ભજવે છે.


રાણા બાલુબેન કુલસિંહ(વલાદ મહિલા દૂધ મંડળી)
ગામના મહિલા આગેવાનની છાપ ધરાવતા રમીલાબેન છેલ્લાં ૧૫ વર્ષથી દૂધ મંડળીના ચેરમેન તરીકે સેવા આપે છે.માત્ર ૬ ધોરણ પાસ પણ જીલ્લા અને રાજ્યકક્ષાએ આગેવાનીમાં ખુબ અનુ ભણેલને પણ શરમાવે તેવી વહીવટી કુશળતા ધરાવતા બાલુબેન છેલ્લા ૮ વર્ષથી મંડળીના ચેરમેનની ભૂમિકા ભજવે છે.ખેતી અને પશુપાલન એજ સૌથી સારો વ્યવસાય છે એ મધુર ડેરીને કારણે સારી રોજગારી ઉપાડી તેમ તેવો માને છે.


ઠાકોર હંસાબેન વિનોદજી (નવાપુર મહિલા દૂધ મંડળી)


સોલંકી ધીરજબેન શંભુજી (અંબિકાનગર મહિલા દૂધ મંડળી)
૯ ધોરણ ભણેલા ધીરજબેન ખુબજ મહેનતુ અને સમજુ યુવા આગેવાન છે. સાત પશુઓની સાચવણી,ઘરની જવાબદારીમાં પણ નિયમિત તેઓ મીટીંગમાં હાજર રહી મધુર ડેરીની કામગીરીમાં રસ લે છે.


ઝાલા રંજનબેન મુકેશભાઈ(રામનગર(યા)દૂધ મંડળી)
આવા મંડળના જાગૃત સભ્યશ્રી રંજનબેન ગામમાં ખુબજ સક્રિય ભૂમિકા ભજવે છે. ૮ વર્ષથી મંડળીના ચેરમેન તરીકેની ફરજ બજાવે છે. મધુર ડેરીના નિયામક મંડળની મીટીંગમાં અને મંડળીની કામગીરીમાં સક્રિયપણે રસ લે છે..ડો. અવનિકા જે. રાવ (ઇન્ચાર્જ મૅનેજિંગ ડિરેક્ટર )
છેલ્લા 17 વર્ષથી વાહિવટી કારકિર્દી વિનસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવ્યા બાદ હાલ માં મધુર ડેરી ખાતે મેનેજર (એચ. આર.) ની સાથે ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.


શ્રી શ્વેતાબેન પટેલ
(જીલ્લા રજીસ્ટ્રારશ્રી ,ગાંધીનગર)
ડૉ.શંકરસિંહ રાણા
ચેરમેનશ્રી, મધુર ડેરી.